સન્માન:ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા સન્માન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા વિધાનસભાની પાંચેય બેઠકો ઉપર ભાજપની જીત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનું સમસ્ત રાજપૂત ગુજરાત સમાજે સન્માન કર્યું હતું.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ વડાપ્રધાન સમક્ષ પાંચેય વિધાનસભા ઉપર ભાજપના ઐતિહાસિક વિજયનું વચન આપ્યું હતું.ભરૂચ જિલ્લામાં પણ કાર્યકરથી લઈ સંગઠનના તમામ હોદેદારોના અથાગ પ્રયત્નોથી ભાજપના પાંચેય ધારાસભ્યોનો ભવ્યાતી ભવ્ય વિજય થયો હતો.

શનિવારે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનું સન્માન કરાયું હતું. આ અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીનું પણ રાજપૂત સમાજના આગેવાનો, મોભી અને હોદેદારોએ પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું.

સન્માન અને બહુમાનમાં રાજપૂત સમાજના ભરૂચના અજીતસિંહ રાજ, કાસવાના ન્હારસિંહ રણા, ચાવજના ઉપેન્દ્રસિંહ રણા, નંદેલાવના ગેમલસિંહ રાજ, ઝઘડિયાના નારસી રણા, કોરાના અમરસિંહ રાજ, કાસમસિંહ, ઉસ્માન ભટ્ટી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...