ધરપકડ:ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા મહામંત્રી સહિત બે જણની ધરપકડ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગર પાસે હપ્તો લેવા ગયાં હતાં - ભાજપના બીજા અગ્રણી ની કરતૂત

ભરૂચમાં શહેર મહિલા મોરચાની કથિત સંગઠન મંત્રીએ યુવાન પાસથે 25 હજાર રૂપિયાની ખંડણી વસુલી હોવાની ઘટનાની શાહી સુકાય નથી ત્યાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત બે શખ્સોની ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ તેમજ એટ્રોસિટીના ગુનામાં આમોદ પોલીસે ધરપકડ કરી છે.

ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી જાવિદ મલેક અને આછોદના અકબર બેલીમ નામના શખ્સ સાથે નવેમ્બર 2019માં એક ગામમાં રહેતી આદિવાસી મહિલાના ઘરે પહોંચ્યાં હતાં. મહિલા દારૂનો ધંધો કરતી હોય તેની પાસેથી હપ્તાની માંગણી કરી હતી. મહિલાએ તેણે ધંધો બંધ કરી દીધો હોવાનું કહેતાં બન્નેએ તેના કપડા ફાડી નાંખી તેને જાતિવિષયક અપશબ્દો ઉચાર્યાં હતાં. જેના પગલે બન્ને સામે 18 નવેમ્બર 2019 રોજ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બન્નેની ધરપકડ કરી છે. વર્ષ 2021 માં પૂર્વ MLA તો પ્રદેશ પ્રમુખને જાવીદ મલેકને હજ કમિટી, વકફ બોર્ડ, અલ્પ સંખ્યક નાણાં નિગમ બોર્ડમાં સભ્ય બનાવવા ભલામણ પણ કરી હતી. બે દિવસમાં ભાજપના બે આગેવાનોની કરતૂત સામે આવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં બે નેતાઓની કરતૂત બહાર આવ્યાં બાદ ભાજપનું મોવડીમંડળ પણ એકશનમાં આવે તેવી સંભાવના છે. થોડા દિવસો અગાઉ એક હોદ્દેદારને રાષ્ટ્રગીતનું અપમાન કરવાના કેસમાં પક્ષમાંથી બરતરફ કરી દેવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...