• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch District BJP Minority Front General Secretary And Two Accused Arrested In Atrocity Case Including Extortion, Attempted Extortion

3 વર્ષ પહેલાના ગુનામાં ધરપકડ:ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત બે આરોપીની ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ સહિત એટ્રોસિટી કેસમાં ધરપકડ

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક સહિત બે આરોપીની આમોદ પોલીસ સ્ટેશનના 3 વર્ષ અને 4 મહિના પહેલાના ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ તેમજ એટ્રોસિટી કેસમાં ધરપકડ કરાઈ છે. આમોદના એક ગામે રહેતી આદિવાસી મહિલાના ઘરે નવેમ્બર 2019 માં આછોદનો અકબર બેલીમ તથા આમોદનો જાવીદ મલેક ગયા હતા. ઘરે બે વહુઓ સાથે એકલી મહિલાને આ બન્નેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. મહિલા દારૂ વેચતી હોય હપ્તો માંગ્યો હતો. મહિલાએ બન્નેને કહ્યું હતું કે, તેણે દારૂનો ધંધો બંધ કરી દીધો છે. તેમ કહેતા આ પત્રકારો તરીકેની ઓળખાનાર બન્નેએ હમણાં જ અમોને હપ્તાના રૂપિયા આપી દે નહી તો તારા ઘરમાં દારૂ છે તેવો વીડિયો ઉતારીશુ તેમ કહ્યું હતું. જેથી મહિલાએ કહ્યું હતું કે, મારા ઘરમાં દારૂ છે જ નહી અને મારા પતિ આવે ત્યારે તમારે જે કરવુ હોય તે કરજો. તેમ કહેતા આ બંન્ને ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા સાથે જાતિ વિષયક અપશબ્દો કહી આબરૂ લેવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયા હતા. મહિલા સાથે ઝપાઝપી કરી અકબર બેલીમે બ્લાઉઝ ખેચતા ફાટી ગયો હતો. જ્યારે BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવિદ મલીકે પણ સાડી ખભા પાસેથી ખેચતા સાડી બ્લાઉઝમાંથી નિકળી ફાટી ગઈ હતી. મહિલાએ બુમાબુમ કરતા બંન્ને વહુઓ તથા ફળીયાની મહિલાઓ તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા. જતા જતા બન્ને આરોપી મહિલાને આજે તો તું બચી ગઈ છે. બજારમાં ક્યાંક દેખાશે તો મારી નાખીશું નું ધમકી આપી જતા રહ્યાં હતાં. ઘટના અંગે બુટલેગર મહિલાએ આમોદ પોલીસ મથકે 18 નવેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બન્નેની ધરપકડ કરી છે. વર્ષ 2021 માં પૂર્વ MLA તો પ્રદેશ પ્રમુખને જાવીદ મલેકને હજ કમિટી, વકફ બોર્ડ, અલ્પ સંખ્યક નાણાં નિગમ બોર્ડમાં સભ્ય બનાવવા ભલામણ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...