નવા મતદારો:ભરૂચ જિલ્લામાં 18થી 19 વર્ષની વયના 30 હજારથી વધુ નવા મતદારોનો ઉમેરો થયો

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણીશાખા તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં 18થી 19 વર્ષની વયના કુલ 30,449 મતદારો નવા નોંધાયા છે. 20થી 29 વર્ષની વયનાં 262149 જેટલાં મતદારો, 30થી 39 વર્ષની વયજૂથના 294036 જેટલા મતદારો, 40થી 49 વર્ષની વયજૂથના 248043 જેટલાં મતદારો જ્યારે 50થી 59 વર્ષની વયજૂથના 208460 જેટલાં મતદારો તથા જ્યારે 60થી 69 વર્ષની વયજૂથના 131072 મતદારો, 70થી 79 વર્ષની વયજૂથના 64341 જેટલાં મતદારો જ્યારે 80 વર્ષથી ઉપરનાં વયજૂથના 27602 મતદારો છે. વધુમાં 100વર્ષ કે તેનાથી ઉપરનાં વયજૂથની સંખ્યા ગણવામાં આવે તો, જિલ્લામાં 294 મતદારો થયા છે.

જિલ્લામાં પુરુષ મતદારોની સંખ્યા કુલ 6,49,826 મતદારોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે મહિલા કુલ 6,15,691 મહિલા મતદારો નોંધાયા છે.વધુમાં આ સમયે થર્ડ જેન્ડરમાં કુલ 71 જેટલા નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લાના કુલ 12,65,588 જેટલા મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...