સંગ્રામ પંચાયત:ભરૂચ જિલ્લાની 503 અને નર્મદાની 200 ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રા. પં.ની ચૂંટણી જાહેર થતાં પંચાયત વિસ્તારોમાં આચારસંહિતા લાગુ
  • દર વખતની માફક આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી થશે

રાજ્યના ચૂંટણી પંચે ગ્રામપંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાની 503 અને નર્મદા જિલ્લાની 200 ગ્રામપંચાયતો માટે આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આ તમામ વિસ્તારોમાં સોમવારે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલી બની છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. આ વખતે રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યજાશે. ભરૂચ જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક વધારવા પ્રયત્નો હાથ ધર્યા છે.

ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કોંગ્રેસે માંગ કરી હતી કે, આ ચૂંટણી બેલેટ પેપરની મદદથી કરવામાં આવે. ચૂંટણી પંચે કહ્યુ છે કે, EVMની અછતના કારણે બેલેટ પેપરની મદદથી મતદાન યોજશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. 19 ડિસેમ્બરે વહેલી સવારથી સાંજ સુધી મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...