ચીમકી બાદ તાત્કાલિક પરિણામ:ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ-લોકોને બહાર બેસવું પડતું હતું
  • પાલિકાએ ગઇકાલે સફાઈ કરાવી માર્કેટની અંદર વેપાર કરવા જગ્યા ફાળવી આપી
  • શનિવારે કોંગ્રેસે આપેલી આંદોલનની ચીમકી બાદ પાલિકાની તાબડતોડ કામગીરી

ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું છે. શહેરના દાંડિયાબજારમાં લાખોના ખર્ચે પાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો કે 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ અને લોકોને બહાર બેસવું પડતું હતું. જેનો કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ ઉકેલ આવ્યો છે.

ગત શનિવારે કોંગ્રેસ ડેલીગેશન વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોથીવાલાએ માર્કેટની મુલાકાત લીધી હતી. સાથે જ પાલિકા મુખ્ય અધિકારીને ચીમકી આપી હતી કે, માર્કેટની અંદર જગ્યા નહીં ફાળવાઈ તો માછલી વેચતા લોકોને લઈ તેઓ આજે સોમવારે પાલિકા ખાતે આંદોલન કરાશે. ત્યારે પાલિકાએ ગઇકાલે રવિવારે જ તાબડતોડ સાફ સફાઈ કરાવી મચ્છી માર્કેટની અંદર વેપાર કરવા જગ્યા ફાળવી આપી છે. જો કે વીજળીની વ્યવસ્થા, પ્રવેશદ્વાર અને તેના પર લગાવેલા ગ્રેનાઈટને લઈ સર્જાઈ રહેલી સમસ્યા અંગે યોગ્ય કરવા માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...