સજા:ભરૂચની કોર્ટે 18 લાખથી વધુની રકમના ચેક રિટર્નના કેસમાં બે આરોપીઓને દોઢ વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉંઘરાણીના નાણા ચુકવવા માટે 9-9 લાખના બે ચેક આપ્યા હતા જે રિટર્ન થયા હતા

ભરૂચની કોર્ટે આજરોજ 18 લાખથી વધુની રકમના ચેક રિટર્નના કેસમાં બે આરોપીઓને દોઢ-દોઢ વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો હતો. પેટ્રોલીયમના વેચાણ કરનારા પાસેથી રાજહંસ લોજીસ્ટિક કોર્પોરેશન નામની પેઢીના ભાગીદાર ઉધારમાં પેટ્રોલ ખરીદતા હતા. જે બાદ ઉંઘરાણીના ચૂકવવા માટે આરોપીઓએ ફરિયાદીને 9-9 લાખના બે ચેક આપ્યા હતા. જે ચેક રિર્ટન થતા ભરૂચની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ભરૂચના આમોદ ખાતે અર્ચના પેટ્રોલિયમ ધરાવતા અને ભરૂચમાં રહેતા દેવેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી પેટ્રોલ ડિઝલનું વેચાણ કરતા હોય તેમને ત્યાંથી રાજહંસ લોજીસ્ટિક કોર્પોરેશન નામની પેઢીના ભાગીદાર નિઝામુદ્દીન કુરેશી અને નરેન્દ્ર ધનાની જે બન્ને ઉપરોક્ત પેઢીના ભાગીદાર હતા. ઉપરોક્ત પેઢીની પોતાની ટ્રકો ચાલતી હતી, તેથી ફરિયાદી અને આરોપી વચ્ચે 2013 થી કરાર થયેલ તે મુજબ ઉધાર ડીઝલના નાણાં ચુકવવાની જવાબદારી બન્ને ભાગીદારોએ સ્વીકારી હતી. સને 2016માં આરોપીઓ પાસે ફરિયાદીને 18 લાખથી વધુ રકમ લેવાની બાકી નીકળતી હતી. જેથી ખૂબ ઉઘરાણી નીકળતા 2018 માં ₹ 9,25,302ના એક એવા બે ચેક ફરિયાદીને આપ્યા હતા.

જે એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત આવેલા ટૂંકમાં ચેકના નાણાં મળેલ નહી. તેથી દેવેન્દ્રસિંહ તેમના વકીલ મારફતે આરોપીઓને નોટિસ આપી હતી. જે નોટીસનો પણ કોઈ જવાબ આવ્યો ન હતો. જેથી સમય મર્યાદામાં ફરિયાદીએ ભરૂચની કોર્ટમાં ફરિયાદ કરતા જેનો ત્રીજા એડી.ચીફ.જયું.મેજી. પી ડી જેઠવાની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીના વકીલ મહેન્દ્ર કંસારાની દલીલો ગ્રાહ્ય રાખી બને આરોપીઓને દોઢ દોઢ વર્ષની કેદ અને 10,000 નો દંડ તેમજ ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...