કામગીરીનું નિરીક્ષણ:ભરૂચ શહેરના રસ્તાઓની સમારકામની કામગીરી શરૂ, પક્ષ-વિપક્ષ સાથે દેખાયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ, વિપક્ષના સભ્યોએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાઓ ધોવાઈ જતાં ઠેર-ઠેર ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું હતું. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી સાથે વાહનોના નુકસાન સાથે આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું. જેના કારણે થોડા દિવસ અગાઉ શહેર કોંગ્રેસ અને પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા ખાડા મહોત્સવની અનોખી ઉજવણી કરાઈ હતી.ત્યારે શહેરના વિવિધ માર્ગોનું રવિવાર રાત્રિથી સમારકામ શરુ કરવામાં આવ્યું છે. જોકે પાંચબત્તીથી કોન્વેન્ટ સ્કૂલ તરફના માર્ગની સમારકામની કામગીરી સમયે પાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ નીના યાદવે અને સભ્યો પણ સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરક્ષણ કર્યું હતું.

જયારે બીજી તરફ વિપક્ષ નેતા સમસાદ સૈયદ, સલીમ અમદાવાદી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી સહિતના સભ્યોએ પણ સમારકામનું નિરીક્ષણ કર્યું હતું. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ દિવાળી સુધીમાં શહેરના તમામ માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવામાં જણાવ્યું હતું. જયારે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, ગુણવત્તા સાથેની કામગીરી કરવામાં આવે જેથી શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવી ન પડે.

અન્ય સમાચારો પણ છે...