પ્રથમ ગ્રાસે મક્ષિકા:ભરૂચ શહેર અને જિલ્લાના 4 તાલુકામાં વરસાદના એક ઝાપટામાં જ વીજળી ડૂલ, પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ કલાકો સુધી લેવાતા વીજકાપ સામે લોકોએ સવાલો ઉઠાવ્યા

ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુ શહેરીજનો અને જિલ્લા વાસીઓ માટે વર્ષોથી હાડમારી ભરી રહી છે. ભરૂચ શહેર અને જિલ્લાના 4 તાલુકામાં માત્ર એક ઝાપટાંએ વીજળી આવન જાવનનો સિલસિલો યથાવત રહેતા સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે.

નાના ફોલ્ટના કારણે વીજળી ડૂલ

અગાઉના વર્ષોમાં વીજળી કલાકો સુધી વેરણ રહેતી હતી. જોકે, પાછલા કેટલાક વર્ષોમાં પ્રજાને તેમાંથી તો છુટકારો મળ્યો છે. જોકે હજી પણ માત્ર એક ઝાપટામા વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો હજી પણ બની રહ્યાં છે. શનિવારે સવારે પણ આમ જ બન્યું હતું. વરસાદી એક જ ઝાપટું ઠંડક તો પ્રસરાવી ગયું હતું. પણ જે બાદ વીજળી આવન જાવનનો સિલસિલો કલાકો સુધી જોવા મળ્યો હતો. નાના ફોલ્ટના કારણે ઘડી ઘડી વીજ વિક્ષેપને લઈ લોકોના વેપાર-ધંધા, ઓફિસના કામકાજને અસર પહોંચવા સાથે રહીશોને પણ મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.

લોકોમાં વીજ કંપની સામે રોષ

ઉનાળામાં દર વર્ષે વીજ કંપની આકરી ગરમીમાં 8થી 9 કલાકનો વીજકાપ લાદી સમારકામ હાથ ધરે છે, તેમ છતાં પ્રથમ વરસાદ અને એક ઝાપટાંમાં વીજળી વેરણ થવાના બનાવોને લઈ લોકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...