ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતના સોલાર રોબોટની ભેટ મળી છે.
ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધુકારીના અધ્યક્ષ સ્થાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ. ના CSR માંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું લોકાર્પણ કરાયું હતું. આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેનહોલમાંથી 20 ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે. એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા 500 કિલો છે.
સભામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા. જેમાં રહેણાંક માટે મિલકત વેરાના 25 % અથવા રૂ. 500થી ઓછા નહિ. કોમર્શિયલ માટે મિલકત વેરાના 50 ટકા, શૈક્ષણિક સંસ્થાઓ માટે 15 ટકા અને ધાર્મિક સ્થળો માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા 250 નિયત કરાયો છે. જેને મંજૂરી માટે કમિશ્નરમાં મોકલી અપાશે.
સભામાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકરે ગત બજેટ સભાની મિનિટ્સ નામંજૂર કરી હતી. શહેરમાં ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટર સેવા આપવામાં 100 ટકા ફેઈલ રહ્યો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેને અપાયેલા વાર્ષિક હિસાબોમાં સુધારાની માંગ કરતા પાલિકા પ્રમુખ અમિત ચાવડા એ આ માટે તપાસ કમિટીની નિમણુંક કરી હતી. સભામાં ઉપપ્રમુખ નિનાબા યાદવ, વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, અન્ય ચેરમેનો અને સભ્યો હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.