અગલે બરસ જલ્દી આના:ભરૂચમાં વિઘ્નહર્તાને ભક્તોની ભારે હૈયે વિદાય આપી, સાંજ સુધી 4000 પ્રતિમાઓનું વિસર્જન કરાશે

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. કૃત્રિમ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને ભારે હૈયે પુનઃ પધારવાના ઈંજન સાથે વિદાય આપી હતી.

4000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન
ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં 4 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 8 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 4000થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું.

મોટી પ્રતિમાના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ
બીજી તરફ નર્મદા નદીમાં ગણેશનું વિસર્જન નિષેધ રખાયું હોય કેટલાય ભક્તોની લાગણી પણ દુભાય હતી. સુપ્રિમની ગાઈડલાઈન અને કોરોના વચ્ચે શહેરના નિલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન,ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહિ નું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું.આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર,ભાડભુત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ભાડભુતમ મોટી પ્રતિમાના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા આજે સવારે કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...