• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch A Division Police Solved Three Crimes Including Bike Theft, Arrested The Habitual Accused And Conducted Further Investigation.

વાહનચોર ઝડપાયો:ભરૂચ એ ડિવિઝન પોલીસે બાઇક ચોરી સહિતના ત્રણ ગુનાઓ ઉકેલ્યા, રીઢા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી તેમજ પોકેટ કોપ હ્યુમન ઇન્ટેલીજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાઈ

ભરૂચના નીલકંઠ નગર અને પાંચબત્તીથી સ્ટેશન રોડ સ્થિત હોંડાના શો રૂમની બાજુમાં ખુલ્લી જ્ગ્યામાં પાર્ક કરેલા બાઇક સહિત બે બાઇકોની ચોરી થઈ હતી. જ્યારે શ્રવણ ચોકડીથી મઢૂલી સર્કલ વચ્ચે આવેલા એ.પી.પેટ્રોલ પંપ પાસે રાહદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી એક ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ત્રણેય ગુનાઓ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ ગુનાઓ ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી તેમજ પોકેટ કોપ હ્યુમન ઇંન્ટેલીજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ભરૂચના મોફેસર જીન કમ્પાઉન્ડ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રીઢો આરોપી સુનિલ રાજુભાઇને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી થયેલા 47 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...