ઇમર્જન્સીને પહોંચી વળવા 108 તૈયાર:દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા ભરૂચ 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ, 90 જેટલા 108 કર્મચારીઓની રજા રદ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાની પ્રજાની સેવામાં રહેશે 19 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 જેટલા કર્મચારી
  • નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે

Covid-19ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે 108 ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધ પાત્ર વધારો થાય છે. તેને પહોંચી વળવા ભરૂચ 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે. તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લાની 108 સેવાની 19 એમ્બ્યુલન્સના 90 જેટલા કર્મચારી પ્રજાની સેવામાં રહેશે. આ 90 જેટલા 108 કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના બધા જ નાગરિકો પોતાના સ્વજનો સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મજા માણી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુઅલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણીમાં શામેલ થશે. 108ના કર્મીઓ, પોલીસ અને હોસ્પિટલના કર્મીઓ કે જેઓ મહામારી હોય કે તહેવાર, પોતાના ઘરેથી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે. ભરૂચ જિલ્લાની 108ની ટીમે દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સીને પહોંચી વળવા અને 24/7 ખડે પગે રહેવા પૂરી તૈયારીઓ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...