સ્નેહમિલન સમારોહ:ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે પ્રદેશ સહપ્રભારીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ભવ્ય વિજય અને સરકાર બનાવવા માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો
  • આશરે 50 કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં

આજે શનિવારના રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓ સાથે પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદ્દેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી કે વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનક બગદાણા, ગુજરાત વિધાનસભાના ઉપ નાયબ દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલ, માજી. પ્રદેશ મહામંત્રી ભરત પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા, મહિલા હોદ્દેદારો, પાર્ટીના તમામ મહાનુભાવો તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્ર હરિસિંહ મહિડા, ધર્મેન્ મહિડા, રાજેન્દ્ર મહિડા, દેવેન્દ્ર મહિડા, જશવંત મહિડા, કિરણ મહિડા અને અન્ય આગેવાનો ભાજપમાં જોડાતાં સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...