અનોખી ભેટ:1000 દીકરીના ખાતામાં રૂ 10 લાખ ભરી સુકન્યા યોજનાનો લાભ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ પ્રદેશ મહામંત્રીના સંનિષ્ઠ પ્રયાસોથી ભરૂચની 1000 દીકરીઓને ભેટ આપી ખરા અર્થમાં પ્રધાનમંત્રીના 71મા જન્મ દિવસની ઉજવણી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપી કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં રહેતી 10 વર્ષથી નીચેની વયમાં આવતી દિવ્યાંગ, અનાથ અને ગરીબ બાળકીઓના નામ પર 1000-1000 રૂપિયાના ચેક મુજબ કુલ 10 લાખ રૂપિયા આપી ચાલુ વર્ષનું પહેલુ પ્રીમિયમ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર દ્વારા ભરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય કસકથી કરવામાં આવી.

સરકારે નાની બચત યોજનાઓ માટે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેવી જ રીતે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલા જેવા વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ બચત યોજના પણ છે.

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેવી જ રીતે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલા જેવા વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ બચત યોજના પણ છે. જેમાં પુત્રીઓ માટે કરમુક્ત રોકાણો કરી શકાય છે. પરંતુ તે માત્ર અમુક ચોક્કસ તબક્કા સુધી માન્ય છે. આમાં, ટેક્સ છૂટ પણ આવકવેરાની કલમ 80 સી હેઠળ ઉપલબ્ધ છે. આમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.એસએસવાયની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી. તેમાં દીકરીઓ માટે ફંડ ભેગું કરવાનો સમાવેશ હતો. અન્ય સ્કીમ કરતા આ સ્કીમ પર વ્યાજ વધારે મળે છે.

અન્ય સમાચારો પણ છે...