તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાષ્ટ્રપતિના કાર્યક્રમ પહેલાં નર્મદા જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં સતત ત્રીજા દિવસે 15 કેસ, કુલઆંક 2967
  • અંક્લેશ્વર-ભરૂચ 5-5, વાલિય 2, ઝઘડિયામાં 3 કેસ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકંદરે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો. જોકે, દિવાળી બાદ સ્થિતી પુન: વકરી છે. બન્ને જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો થયો છે.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોરોના મહામારી અંકુશમાં આવી હતી. જોકે, ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારમાં લોકોએ કોરોના પ્રત્યે દાખવેલી બેદરકારી તેમજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અન્ય પ્રવાસન સ્થળો પર અન્ય જિલ્લામાંથી આવતાં લોકો તેમજ સતત યોજતાં સરકારી કાર્યક્રમોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે પણ ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા દિવસે 15 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 5-5 તેમજ ઝઘડિયામાં 3 અને વાલિયાના 2 કેસ મળી કુલ આંક 2967 પર પહોંચ્યો છે.જ્યારે આજે 16 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 2841 લોકોને રજા આપવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં આજે કોરોના ના 23 કેશો નર્મદા જિલ્લામાં નોંધાયા છે. જેમાં કેવડિયા કોલોનીમાં 7, ગરુડેશ્વર માં 1, તિલકવાડા માં 3, નાંદોદના વડિયા ગામમાં 2, નવા ગામમાં 1 જયારે રાજપીપલા શહેરની વાત કરીએ તો દોલતબજાર 5, જલારામ સોસાયટી 1, પયાગા પોલીસ લાઈન 1, ગુજરાત હાઉસિંગ બોર્ડ 1, રાજપીપલા 1 આમ કુલ 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.અત્યાર સુધી 1386 જેટલા દર્દીઓ એ કોરોના ને હરાવી સજા થઇ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધી સરકારી ચોપડે માત્ર 3 ના મોત જિલ્લામાં નોંધાયા છે. 7 જેટલા દર્દીઓ વડોદરા ખાતે હોસ્પિટલો માં સારવાર લઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser