બેઠક:પ્રજાજનો મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેની તકેદારી રાખોઃ ઈ.કલેક્ટર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લા સંકલન સમિતિની માસિક બેઠક આયોજન ભવનના સભાખંડમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ તબક્કે તેમણે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસ કામો બાકી હોય તે સત્વરે પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત ગરીબ પ્રજાજનો સરકારની મળવાપાત્ર યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા તેમજ પ્રજાજનોની સમસ્યા ઝડપથી ઉકેલવા અધિકારીઓને સૂચન કર્યું હતું.

જિલ્લાના જનપ્રતિનિધિઓ અને ધારાસભયો દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર, ઝડપી અને સુચારૂ રૂપે ઉકેલ મળી રહે તે જોવા ઈન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના રસ્તા, વિજળી, પીવાના-સિંચાઈના પાણી અંગે, રેશનકાર્ડ બાબત, જિલ્લાની કાયદો-વ્યવસ્થા જાળવવા બાબત, વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ અંગે, શાળાઓના ઓરડાની મરામત કરવા બાબત, વુધ્ધ સહાય તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાત વિગેરે જેવી બાબતો અંગે સમાહર્તાશ્રીએ સંબધિત અધિકારી સાથે ચર્ચા-પરામર્શ કરી તાકિદે નિકાલ લાવવા સૂચના આપી હતી. બેઠકમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...