તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભરૂચમાં બે મકાનોનું ચાલતું બાંધકામ બૌડાએ અટકાવ્યું

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડુંગરી વિસ્તારની સોસાયટીમાં ટીમના ધામા
 • બંને મકાનોનું કામ અટકાવવા નોટિસો ચોંટાડી

ભરૂચના ડુંગરી વિસ્તારની આરઝૂ સોસાયટીમાં રહેતાં બે શખ્સોએ બૌડામાં એકબીજા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.જેના પગલે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બૌડાની પરવાનગી વિના કામગીરી કરાઇ હોવાનું સ્પષ્ટ થતાં ટીમે બન્ને મકાનોની કામગીરી અટકાવી મકાનો પર નોટીસ ચોટાડી હતી.

ભરૂચ શહેરમાં આવેલી ડુંગરી વિસ્તારમાં આવેલ આરઝૂ સોસાયટીમાં રહેતાં રઇશાબાનુ અબ્દુલસત્તાર શેખ તેમજ પટેલ રફિક મોહંમદ યુસુફે બૌડા ( ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ મંડળ) માં એકબીજા સામે ફરિયાદ કરી હતી. તેમજ બન્નેએ સામાપક્ષે દબાણ કર્યું હોવાના આક્ષેપ કર્યો હતો. જેના પગલે બૌડાની ટીમે આજે આરઝૂ સોસાયટીમાં ધામા નાંખી ગેરકાયદે થયલું દબાણ દુર કરવાની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત જ્યાં સુધી કચેરી દ્વારા કોઇ હૂકમ કરવામા ન આવે ત્યાં સુધી મિલ્કતનો ઉપયોગ બંધ કરવા નોટીસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો