ચૂંટણી:ભરૂચ કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો મેદાને

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 સભ્યોને ચૂંટવા 673 વકીલ સભ્યો સવારથી જ મતદાન કરતા નજરે પડ્યા
  • ઉપપ્રમુખ માટે 4, સેક્રેટરી માટે 4 અને કમિટી સભ્યો માટે 25 લોકોએ ઉમેદવારી નોંધાવી

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી આજે શુક્રવારના રોજ ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી. જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.

નોંધનીય છે કે ઉપ-પ્રમુખ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. સેક્રેટરી માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. તેમજ ટ્રેઝરર માટે 2 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત કમિટી સભ્યો માટે 25 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ 16 સભ્યોને ચુંટવા માટે 673 વકીલ સભ્યો સવારથી જ મતદાન કરતા નજરે પડ્યા હતા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ સિંધા અને અજબખાન સિપાઈએ ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...