તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી પર પ્રતિબંધ:ભરૂચ જિલ્લામાં જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેમિકલ્સનો ઉપયોગ ન કરવા અપીલ કરાઇ

ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની માફક વર્ષે પણ 28 અને 29મી માર્ચના રોજ હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમ્યાન લોકો એકબીજા પર અબિલ,ગુલાલ નાંખી સદર પર્વ ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે.જોકે ધૂળેટીના દિવસે અમૂક લોકો ઝટપટ પાવડર જેવા કેમીકલ્સનો છૂટથી ઉપયોગ કરે છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સ તથા અન્ય કેમીકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થતી હોય છે. તેમજ જાહેર રસ્તાઓ પર ધૂળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફીકને પણ અડચણ થાય છે. જેથી ધૂળેટીનાં દિવસે ઝટપટ પાવડર જેવા શરીરને નુકશાન કરતાં કેમીકલ્સનો ઉપયોગ કરવા પર તથા જાહેર રસ્તાઓ પર ધૂળેટી રમવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.

આ ઉપરાંત કેટલાંક લોકો ઉપર બળજબરી પૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે. તે કારણે સુલેહ શાંતિનો ભંગ થાય છે જે નિવારવું આવશ્યક છે તથા જાહેર રસ્તા ઉપર જતાં-આવતા વાહનોનાં ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ મુકવો જરૂરી છે.જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે દ્વારા આ તમામ બાબતો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વધુમાં સરકારના ગૃહ વિભાગના 24મી માર્ચના મુજબ પ્રવર્તમાન (COVID-19) ની પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિકવિધિ પણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો