તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ભરૂચમાં જન્માષ્ટમી પર્વે મટકીફોટ ઉપર પ્રતિબંધ

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગણેશ મહોત્સવ અંગે પણ જાહેરનામું જાહેર
 • ગણેશ પંડાલમાં માત્ર દર્શનની વ્યવસ્થા કરાશે

ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી તથા ગણેશોત્સવ તથા ગણેશ વિસર્જન જેવા તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. હાલ કોવિડ-19ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારના જાહેરનામા મુજબ ભરૂચમાં તહેવારની ઉજવણી દરમિયાન સ્વાસ્થ્ય-સલામતી જળવાઈ રહે તેમજ કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકાય તે હેતુથી ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાવચેતીના પગલારૂપે ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમો કે તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.

કૃષ્ણ જન્મોત્સવ...

 • 30મીના રોજ રાત્ર 12 કલાકે પરંપરાગત રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે.
 • મંદિર પરિસરમાં એક સમયે એક સાથે 200 વ્યક્તિ દર્શન કરી શકશે.
 • મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડીસ્ટંન્સીંગનું પાલન કરવાનું રહેશે.
 • 200 વ્યક્તિ સાથે મર્યાદિત રૂટ પર શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે.
 • આ તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહી.

ગણેશ મહોત્સવ...

 • સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ૪ ફૂટ, ઘરમાં 2 ફૂટની મૂર્તિનું સ્થાપન
 • સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ નાનો રાખવાનો રહેશે.
 • આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડીસ્ટંન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.
 • સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે નહી.
 • ગણેશ સ્થાપન અને વિસર્જન માતે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે.
 • ઘર પર સ્થાપન કરેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરે તે વધારે હિતાવહ
 • સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.
 • સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે.
અન્ય સમાચારો પણ છે...