પ્રતિબંધ લંબાવાયો:નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
  • પ્રતિબંધ લાદ્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો, ટ્રાફિકમાં પણ આંશિક રાહત

ભરૂચ–અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. હવે 8 ઓગષ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

પ્રતિબંધ લાદ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો
નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અંકલેશ્વર તરફ તેમજ એ.બીસી. સર્કલ નજીક ટ્રાફિક જામના કારણે નર્મદા મૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની આવનજાવન બંધ કરવામાં આવી હતી. જો કે આ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ઉપરાંત પ્રતિબંધ બાદ ટ્રાફિકની સમસ્યામાંથી પણ કંઇક અંશે રાહત જોવા મળી હતી. જેના પગલે આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તા. 10 જુલાઈથી 8 ઓગષ્ટ રાતે 12 કલાક સુધી તમામ પ્રકારના ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...