કોરોના વિરૂદ્ધ તંત્રના પ્રયાસ:ભરૂચ જિલ્લા પંચાયત ખાતેથી જાગરૂકતા રથે પ્રસ્થાન કર્યુ, વેક્સિનેશનની ટકાવારી ઓછી હોય તેવા વિસ્તારોમાં ફેલાવશે જાગૃતિ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું
  • જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનનો સહિયારો પ્રયાસ

ભરુચ જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ માટે લોકોમાં જાગૃતિ આવે અને જિલ્લામાં વેક્સિનેશનની ટકાવારી ઓછી હોય તેવા વિસ્તારમાં કોરોના રસીકરણ અંગે જન જાગૃતિ ફેલાવવા જાગરૂકતા રથનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી આ પ્રયાસ હાથ ધરાયો છે. જે રથનું આજે શુક્રવારના રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એચ.દુલેરાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રથ થકી કોરોના રસીથી કોરોના વાયરસને કેવી રીતે અટકાવી શકાય તે અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવશે. આ જાગરૂકતા રથના પ્રસ્થાન કાર્યક્રમમાં આરપીએચઑ ડો. અનિલ વસાવા અને ડો. નિલેષ પટેલ સહિત યુનિસેફ વર્લ્ડ વિઝનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...