લોકશાહીનું પર્વ:મતદાન માટે જાગૃતિ ઝુંબેશ ટોપ ગીયરમાં

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા અવસર રથનું ભ્રમણ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મતદાનની ટકાવારી વધારવા માટેના તંત્રના પ્રયાસો વેગવંતા બનાવી દેવાયાં છે. અવસર રથ તથા હું તો વોટ કરીશ અભિયાન હેઠળ મોટી સંખ્યામાં લોકોને મતદાન માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુ ને વધુ મતદાન થાય તે હેતુસર ‘અવસર રથ’ દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે. ત્યાંના મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે અવસર રથ મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગબને એવા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. મતદારોને એક એક મતનું મૂલ્ય સમજાવીને આગામી પહેલીડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા અને અન્ય મતદારોને પ્રેરણા આપવાના સતત પ્રયાસો કરાય રહયાં છે. નાગરિકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મતદાન કરે એવા ઉદ્દેશથી વિધાનસભા ક્ષેત્રમાં અવસર રથે ભ્રમણકર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...