એક ભારત શ્રેષ્ઠ ભારત:અતુલ્ય ભારત રોલ સ્કેટિંગયાત્રાનું ભરૂચ એસોસિએશન દ્વારા સ્વાગત કરાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ યાત્રા નું ભરૂચ એસોશિએશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યુું હતું.

તા 27 સપ્ટેમ્બર થી 25 ડીસેમ્બર દરમિયાન કાશ્મીરથી કન્યાકુમારી સુધી 14 સ્કેટર્સ સભ્યોની ટીમ રોલર સ્કેટ્સની અતુલ્ય ભારત યાત્રા પર નીકળી છે. જે ભરૂચ જીલ્લામાં આવી પહોંચતા ભરૂચ જીલ્લા રોલર સ્કેટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ નવેન્દુ ગોયલ , ફાઉન્ડર સેક્રેટરી જયંત આલ્ફાન્સો સહિત ના સભ્યો એ યાત્રા ના સભ્યો નું સ્વાગત કરી તેઓ સાથે સ્કેટીગ કરી યાત્રા ને પોતાનું સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ના સ્કેટર્સ ડેનીસ આલ્ફાન્સો , સોફિયા , આસ્થા સહિતના સભ્યો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...