તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ખાતામાંથી ડુપ્લિકેટ ચેક આપી નાણાની ઉચાપત કરવાની કોશિશ કરાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા ચેક નાખવામાં આવ્યા
  • હજુ સુધી ચેક બનાવનાર તથા લેનાર પોલીસ પકડથી દૂર છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ખાતામાંથી ડુપ્લિકેટ ચેક આપી નાણાની ઉચાપત કરવાની કોશિશ કરાઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદની પી.ગોલ્ડ કંપની દ્વારા આ ચેક મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

ચેક ઉપર સહીમાં થોડો ફેરફાર લાગતાં પકડાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. દ્વારા વિવિધ જમીનો સંપાદિત કરી તેના ચેક ઇશ્યૂ કરવામાં આવે છે. અને તે નાણાં બેન્ક ઓફ બરોડા નર્મદા નગરી શાખામાંથી આપવામાં આવે છે. ગત તા. 1 મે ના રોજ આ શાખામાં બે ચેક ક્લીયરિંગ માટે આવ્યા હતા. આ બંને ચેકની રકમ 74 લાખ જેટલી થવા જાય છે. આ બંને ચેક ઉપર સહીમાં થોડો ફેરફાર લાગતાં બ્રાન્ચ મેનેજરે જી.આઈ.ડી.સી.ના એકાઉન્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને ચેક ડુપ્લિકેટ ચેક છે.

દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા

ડુપ્લિકેટ ચેક ઉપર ડુપ્લિકેટ સહી કરી આ ચેક વટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ બનાવ અંગે જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં તપાસ હાથ ધરતા ગોધરા ખાતેથી બે ઇસમો ઝડપાયા હતા. પોલીસે મયુર પંચાલ તથા પ્રીતેશ પંચાલ નામના બે ભાઈઓને ઝડપી પાડ્યા હતા. આ બન્ને ભાઈઓ વચેટીયા તરીકે કામ કરતા હતા. અને જેની જમીન સંપાદિત થઇ હોય તેને પૈસા અપાવતા હતા. જો કે હજુ સુધી ચેક બનાવનાર તથા લેનાર પોલીસ ગીરફ્તથી દુર છે. પોલીસે હાલ બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...