ચોરીનો પ્રયાસ:હાંસોટની બિરલા સેલ્યુલોઝીક કંપનીમાં કેબલ ચોરીનો પ્રયાસ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડસને જોઇ તસ્કર કાર મુકી ફરાર
  • હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાર્યવાહી

હાંસોટ તાલુકામાં આવેલાં ખરચ ગામની બિરલા સેલ્યુલોઝ કંપનીમાં તસ્કરો ચોરીના ઇરાદે પ્રવેશ્યાં હતાં. દરમિયાનમાં સિક્યુરિટી ગાર્ડસે સીસીટીવીમાં તેમને જોઇ જતાં તેમને પકડવા દોડતાં તસ્કર તેની ટવેરા કાર મુકી નાસી છુટ્યો હતો. ગાર્ડસને કારમાંથી ઇલેક્ટ્રિક કેબલની ટ્રે - કવરની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના આજવા રોડ પર આવેલાં શિવ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં સુનિલ સુધાકર પાઠક હાંસોટના ખરચ ગામે આવેલી બિરલા સેલ્યુલોઝ કંપનીમાં સિક્યુરિટી હેડ તરીકે નોકરી કરે છે. ગત 14મી જાન્યુઆરીએ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરતી વેળાં કંપનીના એક્સલ પ્લાન્ટની બાઉન્ડ્રીની બહાર બાવિયામાં શંકાસ્પદ હીલચાલ થતી હોઇ સિક્યુરિટી ગાર્ડસની ટોળકીએ સ્થળ પર ચેક કરવા જતાં એક શખ્સ તેમને જોઇ ખાડી તરફ ભાગી ગયો હતો.

દરમિયાનમાં કંપનીની દિવાલની બહારના ભાગે એક ટવેરાકાર તેમને મળી આવતાં તેમણે કારમાં તપાસ કરતાં તેમાં ઇલેક્ટ્રિક કેબલ કવર કરવાના ઉભયોગમાં આવતી સ્ટેનલેશ સ્ટીલની કેબલ કવર ટ્રે નો 39 હજારનો જથ્થો ભરેલો જણાયો હતો. જેથી હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના નંબરના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...