ફાયરિંગ:ભરૂચના બોરી ગામે પેટ્રોલપંપમાં લૂંટનો પ્રયાસ, લૂંટારુએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલપંપ પર લૂંટની 24 કલાકમાં જ બીજી ઘટના, બંનેમાં એક સરખી મોડેસ ઓપરેન્ડી

ભરૂચ તાલુકાના બોરી ગામે આવેલાં પેટ્રોલપંપ પર રાત્રીના સવાએક વાગ્યાન અરસામા઼ એક બાઇક પર ત્રણ સવારી આવેલાં બુકાનીધારીઓએ પંપ પર ફિલર તરીકે કામ કરતાં બે કર્મીઓને ધમકાવી પંપમાં લૂંટ કરવાના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વાગરાના ચાંચવેલ ગામે રવિવારે રાત્રે બે બુકાનિધારી લૂંટારૂઓએ પેટ્રોલપંપના કર્મીને મારી 31 હજારની લૂંટ ચલાવી હતી.

24 જ કલાકમાં ભરૂચના બોરી ગામે વધુ એક પેટ્રોલપંપ પર લૂંટનો પ્રયાસ થયો હતો. મુળ રાજસ્થાનનો અને હાલમાં બોરી ગામે આવેલાં રંગ પેટ્રોલપંપ પર ફિલર તરીકે નોકરી કરતાં ખુશાલસિંગ ચીમનસિંગ રાવતે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, તે અને તેનો સાથી મુકેશ રણજીતસિંગ રાવત નાઇટ ડ્યુટીમાં હતાં.

રાત્રે એક વાગ્યે પંપ પર ભીડ ન હોય મુકેશ ઓફિસમાં આરામ કરી રહ્યો હતો. અને પોતે પમ્પ પર હાજર હતો. તે વેળાં બાઇક પર ત્રણ બુકાનિધારીઓએ આવી 100 રૂપિયાના પેટ્રોલ ભરવા માટે ક્રેડિટ કાર્ડ આપતાં તે મશીન લેવા કેશિયર ઓફિસમાં જઇ રહ્યો હતો તે વેળાં ત્રણેય જણાં તેનો પિછો કરતા મુકેશ ટોઇલેટમાં જતાં ત્રણેય તેની પાછળ ગયાં હતાં. જેથી શંકાને પગલે ખુશાલસિંગે કેશિયર કેબિનને તાળું મારી દીધું હતું.

અરસામાં મુકેશ પરત આવતો હતો ત્યરે એક શખ્સે પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયારના બટથી મુકેશના માથામાં ઘા કર્યો હતોો. જ્યારે અન્ય એકે ચપ્પુ કાઢ્યું હતું. તેઓ બચવાની કોશિષ કરતાં શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાં હતાં. મુકેશ તેમજ ખુશાલ ત્યાંથી નાસી છુટવામાં સફળ થતાં અને બુમરાણ થતાં ત્રણેય લૂંટારૂઓ બાઇક લઇને ત્યાંથી ભાગી ગયાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...