તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:ભરૂચમાં જૈન દેરાસરમાં ચોરી માટે તસ્કરોનો દરવાજો તોડવાનો પ્રયાસ

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં સતત બે દિવસથી તસ્કરો સક્રિય બન્યા
 • સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને શોધવાની કવાયત

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ આવેલાં જૈન દેરાસરમાં રાત્રીના સમયે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ જેેટલાં તસ્કરોએ જૈન દેરાસરનો દરવાજાને સળીયાથી તોડવાનો પ્રયાસ કર્યો હોવાની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જોકે, તસ્કરો ચોરી કરવામાં નિષ્ફર રહેતાં ત્યાંથી રફુચક્કર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે આ લખાય છે ત્યાં સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. જોકે, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તસ્કરોના પગેરૂ મેળવવામાં જોતરાઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલે પણ તસ્કરોએ શહેરમાં લિંકરોડ તેમજ સ્ટેશન રોડ પર આવેલાં બે કોમ્પ્લેક્ષની કુલ 5 દુકાનોના શટર તોડ્યાં હતાં. ત્યારે સતત બે દિવસથી તસ્કરોની ચહલપહલથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉપરાંત પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાય તેવી આશા વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો