વાગરાની સાયખા જીઆઇડીસીની નિલીકોન કંપનીમાં માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં કંપનીમાં કન્સસ્ટ્રક્શનનું કામ સંસ્થાએ તે કામ એક શિલ્પી ટ્રાન્સપોર્ટને આપ્યું હતું. દરમિયાનમાં ટ્રાન્સપોર્ટર દ્વારા માટી નાંખ્યા બાદ તેનું લેવલિંગ કર્યું ન હોય તેબાબતે તકરાર થતાં ટ્રાન્સપોર્ટર અને તેના અન્ય સાગરિતોએ મળી તેમના પર હૂમલો કરવાની કોશિષ કરી હતી.
આમોદના તણછા ગામે રહેતાં અરૂણસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ જે કે એન્ટરપ્રાઇઝના નામે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. હાલ સાયખા જીઆઇડીસીમાં આવેલી નિલીકોન કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તેમણે કંપનીમાં માટી પુરાણનું કામ શિલ્પી ટ્રાન્સપોર્ટના તોસીફ મહમદ અલી પટેલને આપ્યું હતું. દરમિયાનમાં કંપનીમાં અંદરની સાઇડમાં રોડ પર માટી નાંખી હતી તે લેવલ કરી ન હોઇ તે બાબતે તેમની વચ્ચે તકરાર થઇ હતી.
તોસીફે પહેલાં અરૂણસિંહના પાર્ટનર વિરાજસિંહને ફોન પર અપશબ્દો ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો. દરમિયાનમાં તોસીફે તેની ફોર્ચ્યુનર કારમાં અન્ય સાગરિતો જાવીદ, મુસો તેમજ મેભો સાથે ત્યાં પહોંચી તેમના પર મારક હથિયારો સાથે હૂમલો કરવાની કોશિષ કરી હતી. જોકે કંપનીના અન્ય લોકોએ વચ્ચે પડી તેમને બચાવ્યાં હતાં. બનાવ સંદર્ભે અરૂણસિંહ ગોહીલે વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.