વિવાદ:NHAI દ્વારા સ્વામીનારાયણ મંદિરનો ગેટ તોડવાનો પ્રયાસ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોએ દોડી આવી વિરોધ કરતાં કામ અટક્યું

ભરૂચ સ્વામીનારાયણ મંદિર પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા એન્ટ્રી વિસ્તાર તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીં મંદિર વર્ષોથી બનાવેલું હોય કોઈપણ પ્રકારની નોટિસ પાઠવ્યા વિના જ કામગીરી હાથ ધરતા ભક્તો રોષે ભરાયા હતા.સ્થાનિક આગેવાન નરેશ પટેલે જણાવ્યું હતું કે , NHAI દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ હાઇવે પર દબાણ હટાવાનું કામ શરૂ કર્યું છે. તેઓના લીસ્ટ પ્રમાણે કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.

નવા અધિકારી પ્રમાણે વડોદરાથી મુંબઈ સુધીની જવાબદારી હાથ ધરવામાં આવી છે તે પ્રમાણે તેઓ કામગીરી હાથ ધરી રહ્યા નથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, હાઇવે પર મસમોટા ખાડા પડી રહ્યા છે તેમાં લોકોના મોત નિપજ્યાં છે જેઓ પર 302 ની કલમ લાગવી જોઈએ. અકસ્માતમાં વ્યક્તિઓ ખાડાના લીધે મૃત્યુ પામે છે તો ખાડા પુરવાની જવાબદારી હાથ ધરવામાં આવતી નથી. જમીન સંપાદન થયું હતું તે સમયે એન્ટ્રી આપવાની જવાબદારી NHAI ની હતી. છતાં આપી નથી.સર્વિસરોડ પણ નથી આપ્યા.

અન્ય સમાચારો પણ છે...