વિવાદ:અમારા વિસ્તારમાં કેમ ધંધો કરે છે કહી બે જણાં પર હુમલો

ભરુચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચના આમદડા - નવેઠા ગામ વચ્ચે બનેલો બનાવ

વાગરાના ગોલાદરા ગામે નવી નગરીમાં બલવંતસિંહ હરબતસિંહ ટાંક રહે છે. તે તેના મિત્રની રીક્ષા બચતમાં રાખીને એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચાણ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બલવંત રીક્ષામાં સમાન ભરીને એક ઇસમ દિલીપ રાવળ સાથે ગોલાદરા જવા માટે નીકળ્યો હતો. તે સમય દરમિયાન તે આમદડા અને નવેઠા વચ્ચેથી પસાર થતો હતો.

ત્યારે તેના સમાજના મીનીસિંગ અને તેનો ભાઈ રાજુસિંગ અને એક અજાણ્યો ઈસમે પીકઅપ લઈને આવી તારે જોલવા,વાગરા વિસ્તારમાં કોઈ પણ ધંધો કરવા આવવાનું નહીં તેમ કહીને અપશબ્દો બોલીને તેની સાથે તકરાર કરી હતી.માનસીંગે તેના હાથમાં રહેલા કોઈ ધારધાર વસ્તુ હુમલો કરતા બલવંતને કપાળ અમે પીઠના ભાગે ઈજાઓ થઈ હતી.

જયારે રાજુસિંગે લાકડી વધે સપાટા માર્યા હતા.જયારે ત્રીજા વ્યકતિએ તેને અપશબ્દો બોલી માર માર્યો હતો.જોકે તેની સાથે ઈસમે બુમા-બૂમો કરતા તેઓ આજે તો તું બચી ગયો છે.હવે પછી મળશે તો જાનથી મારી નાખીશુની ધમકી આપીને જતા રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...