તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જમીનના રૂપિયાના બાબતે ભત્રીજાની કાકા પર હુમલો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમની (કાસવા) ગામમાં બનેલો બનાવ

ભરૂચના સમની ( કાસવા)ના નર્મદા ફળિયામાં ગણપત ખોડાભાઈ વસાવા ગામ લોકોના પશુઓ ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.જયારે તેમનો મોટાભાઈ તેમની સામે તેના પરિવાર સાથે રહે છે. 31 મેના રોજ ગણપત સવારના 10 વાગ્યાના અરસામાં ગામની નિશાળથી કપડાં બદલવા પોતાના ઘરે ગયો હતો.તે સમયે તેનો ભત્રીજો નરેશ અંબુભાઈ વસાવાએ આવીને તેની માં-બેન સમાણી અપશબ્દો બોલીને તેની સાથે તકરાર કરી હતી.

તેના ભત્રીજાએ કહ્યું હતું કે, જમીનમાં મળેલા રૂપિયા આપી દેવાનું કહીને બોલાચાલી કરી હતી.જેથી ગણપતે તેને કહ્યું હતું કે,જમીનના રૂપિયા ચારેવ ભાઈઓને બરાબર મળેલા છે અને તારા ભાગના રૂપિયા તારા બાપ માંગવાનું કહ્યું હતું.જેથી નરેશ એક દમ ઉશ્કેરાય જઈને નજીકમાં પડેલો મંડાળા બાંધવાનો ખીલોના ઢગલામાંથી લાકડી વાળો ખીલો લઇને ગણપતને મારી દેતા તે નીચે પડી ગયો હતો.જયારે બેથી ત્રણ સપાટા પગના ભાગે મારતા તે બુમાબુમ કરતા નરેશ ભાગી ગયો હતો.બનાવ મામલે ગણપતે તાલુકા પોલીસ મથકમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...