હૂમલો:ગરબામાં આવવુંં નહીં તેમ કહીં બેન બનેવી પર હૂમલો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ નજીક આવેલાં રહિયાદ ગામે બનેલી ઘટના
  • મોટી બહેને પ્રેમ લગ્ન કરતાં પિયરિયાઓએ રીસ રાખી

રહિયાદ ગામે પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવી ગરબા રમવા આવતાં નાની બહેને પરિવાર સાથે મળી તેમને અહીં ગરબા રમવા કેમ આવો છો તેમ કહીં ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં પિયરિયાઓએ દંપતીને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

વાગરાના રહિયાદ ગામે રહેતી રોશની જયેશ ગોહિલે પ્રેમ લગ્ન કર્યાં હોઇ તેના પરિવારજનોએ તેની સાથે સંબંધ કાપી નાંખ્યાં હતાં. તેનાે પતિ જયેશ ગોહિલ, જેઠ નરેન્દ્ર, જેઠાણી પ્રિતીકા તેમજ તેમનો માનેલો ભાઇ પ્રદિપ ગોહિલ ગામના વેરાઇ માતાના મંદિરે ગરબા રમવા ગયાં હતાં. તે વેળાં તેની બહેન ધર્મિષ્ઠાએ ત્યાં આવી તારે અને તારા પતિએ ગરબા ગાવા માટે અહીં નહીં આવવાનું તેમ કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થતાં તેના કાકા અશોક રમણ ચૌહાણ, કીરણ રમણ ચૌહાણ, સુમિત ત્યાં આવી જઇ દંપતિ સાથે ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...