તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મારી દીકરીને અપશબ્દો કેમ બોલે છે કહી યુવક પર હુમલો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના કુરલા ગામે બનેલો બનાવ

ભરૂચ તાલુકાના કુરલા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર મિત્રો સાથે મેચ જોવા માટે યુવક બેઠો હતા.તે દરમિયાન આરોપીએ આવી તુ મારી દીકરીને અપશબ્દ કેમ બોલેે છે કહી બેટથી હુમલો કર્યો હતો. જેમાં યુવકે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને જાનથી મારી નાખવાની ધમકી હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના કુરલા ગામે આવેલા મેદાન પર ગામના અન્ય યુવકો ક્રિકેટ રમતા હતા. ત્યારે કિશન કાલીદાસ વસાવા ગામના મિત્રો કિશન વસાવા, જિક્ષેશ વસાવા સાથે ક્રિકેટ જોવા માટે બેઠા હતા. બપોરના સમયે જગદીશ ચીમન વસાવા દારૂનો નશો કરીને આવ્યો હતો અને મને ગમતેમ ગાળો બોલી તુ મારી દીકરીને અપશબ્દો કેમ બોલે છે કહી બેટથી સપાટા મારવા લાગ્યો હતો. જેમાં યુવકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તને યુવકને સેવાશ્રમ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જગદીશ વસાવાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો