તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લોનનો હપ્તો ભરવા માટે ફોન આવ્યો હોવાનું કહેવા ગયેલી મહિલા પર હુમલો

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમોદ તાલુકાના રાણીપુરા ગામે બનેલો બનાવ

આમોદ તાલુકાના રાણીપુર ગામ ખાતે લોનના રૂપિયા ભરવાનો ફોન આવતા પતિને કહેવા જતા મહિલાને તેના જેઠ,જેઠાણી, સાસુ અને સસરાએ કોઈ કારણોસર માર માર્યો હતો. આમોદ તાલુકામાં આવેલા રાણીપુરા ગામમાં હેતલ અજયભાઈ વસાવા તેમના પતિ સાથે નરસિંહભાઈના મકાનમાં ભાડેથી રહે છે.પરંતુ કોઈ કારણોસર તેનો પતિ અજય અઠવાડિયાથી તેના માતા-પિતાના ઘરે રહે છે. ત્યારે 9 ફેબ્રુઆરીના રોજ હેતલના મોબાઈલ ઉપર લોનનો હપ્તો ભરવા ફોન આવ્યો હતો.

જે અંગેની માહિતી આપવા તે બપોરના એકાદ વાગ્યાના અરસામાં દાદાપોર રોડ નજીક આવેલા ખેતરમાં કામ કરતા તેના સાસરીવાળાને ત્યાં અજયને કહેવા માટે ગઈ હતી. તે સમયે ત્યાં હાજર તેના જેઠ શંકર અને જેઠાણી દીપિકાને તેનો પતિ ક્યાં છે લોનનો હપ્તો ભરવાના ફોન આવતા હોવાનું જણાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.બંનેયે તેને અપશબ્દો બોલીને લાકડીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો.જોકે ત્યાં નજીકમાં કામ કરતા તેના સસરા રણછોડભાઈ અને સાસુ મધુબેન દોડી આવીને તેને માર માર્યો હતો.ત્યાર બાદ તેને શરીરે ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.સદર બનાવ મામલે આમોદ પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો