ક્રાઇમ:ઇનોવા કારમાં આવેલાં 6 શખસનો પત્રકાર પર હૂમલો

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચની રંગ કુટીર બંગ્લોઝ પાસે બનેલી ઘટના
  • હૂમલાખોરોને શોધવાની સી ડિવિઝન પોલીસની કવાયત

ઝાડેશ્વર રોડ પર આવેલાં એસએલડી હોમ્સ સોસાયટીમાં રહેતાં અને પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલાં દિનેશ આસનદાસ અડવાણી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં તેમના ભાઇ વિપુલ ઉર્ફે કાનો (રહે. જ્યોતિનગર)ને તેના ઘરે મુકી પોતાના ઘરે જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેમના ઘર પાસે આવેલી રંગ કુટીર બંગ્લોઝ પાસે એક ઇનોવા કાર તેમની પાસે આવી ઉભી રહી હતી.

તેમાંથી લાલ કલરની ટીશર્ટ પહેરેલાં એક શખ્સે પહેલાં નારાયણ સ્કૂલ કઇ બાજુ આવેલી છે તેમ પુછતાં તેઓ રસ્તો બતાવી રહ્યાં હતાં. તે વેાં કારમાંથી અન્ય પાંચેક જણા લોખંડની પાઇપ, હોકી સ્ટીક તેમજ અન્ય તિક્ષ્ણ હથિયાર વડે તેમના પર હૂમલો કરી ગંભીર ઇાજઓ પહોંચાડી હતી.તેમની બુમરાણથી આસપાસના લોકો દોડી આવતાં હૂમલાખોરો ત્યાંથી નાસી છુટ્યાં હતાં. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...