તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:લગ્ન પ્રસંગમાં જમવાના મુદ્દે યુવાન પર 4 શખ્સોનો હુમલો

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જંબુસર તાલુકાના ખાનપુર ગામે બનેલી ઘટના

જંબુસર તાલુકાના ખાનપુર ગામે રહેતો સાદિક અલ્લી ભાયજી ત્રણેક દિવસ પહેલાં ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. જ્યાં જમવાના મુદ્દે તેમની અને ગામના ઐયુબ વલી ગટી તેમજ મોહસિન ઐયુબ ગટી વચ્ચે કોઇ વાતે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં ગઇકાલે સાંજે સાદીક તેના મિત્ર રિઝવાન સાથે ગામના એક શખ્સ પાસે મજૂરીના રૂપિયા લેવા ગયો હતો. જોકે તે ખેતરે ગયો હોઇ તેઓ ખેતરે ગયાં હતાં. જ્યાં ઐયુબ તેમજ મોહસીન ત્યાં આવી પહોંચ્યો હતો. તેઓએ સાદીક સાથે લગ્ન સમયે થયેલી બોલાચાલીની રીસ રાખી ઝઘડો કરી તેને માર માર્યો હતો. અરસામાં તેમનું ઉપરાણું લઇને સૂહેલ તેમજ સોએબ પણ આવી પહોંચ્યો હતો. ઝપાઝપીમાં સોએબે ચપ્પુથી ઘા કરવા જતાં સાદીકના હાથમાં ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો