ભરૂચના ચામુંડા મંદિરની પાસે આવેલી બેન્કના એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ માટે મદદ કરવાના બહાને યુવતી સહીત બે ઈસમોએ 1 લાખ રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝાડેશ્વર ચોકડી પાસે યોગી પેટ્રોલ પંપ સ્થિત સંસ્કાર વિલામાં રહેતા યુવરાજસિંહ નરપતસિંહ જાડેજા ગત તારીખ-26મી ફેબ્રુઆરીના રોજ રૂપિયાની જરૂર પડતા તેઓ ભરૂચના ચામુંડા મંદિરની પાસે આવેલ બેન્કના એટીએમ સેન્ટરમાં ગયા હતા જ્યાં એટીએમમાં કાર્ડ નાખી પ્રથમ 20 હજાર ઉપાડ્યા બાદ એટીએમ કાર્ડ ફસાઈ ગયું હતું, જે બાદ એક યુવતી આવતી હતી જેણે મદદ કરવાના નામે વાતોમા ભોળવી એટીએમમાં રહેલ નંબર ઉપર સિક્યુરિટી સાથે વાત કરવાનું કહી તેને ફોન કરતા સામે વાળી વ્યક્તિએ મહિલા પાસે પાસવર્ડ મેળવી તેમાંથી અલગ-અલગ રીતે કુલ 1 લાખથી વધુની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. જેથી યુવતી અને સિક્યુરિટી વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.