• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • At The Women's Police Station In Bharuch, Three Married Women Filed A Complaint Against The In laws For Physical And Mental Torture

દહેજનું દુષણ:ભરૂચમાં મહિલા પોલીસ મથકે ત્રણ પરણિતાઓએ શારીરિક અને માનસિક ત્રાસ મુદ્દે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયા દહેજ બાબતે પરિણીતાઓને માર મારતા હતા

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ મકદુમ સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2017માં આણંદના સલીમ મન્સૂરી સાથે ગયા હતા. લગ્ન જીવન દરમિયાન ચાર વર્ષની દીકરીનું સુખ પ્રાપ્ત થયું હતું. લગ્નના છ મહિલા બાદ પતિ અને સાસરીયા દ્વારા નાની નાની બાબતે પરણીતા સાથે મારઝૂડ અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી સાસુ, સસરા અને પતિ તેમજ જેઠ, જેઠાણી સહીત નવ સાસરીયા છૂટાછેડા માટે દબાણ કરી હેરાન પરેશાન કરતા હોવા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે, આ અંગે પરણિતાએ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીજો બનાવ
આવી જ રીતે જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2020માં જંબુસરના યુવક સાથે થયા હતા. લગ્ન દરમિયાન તેઓને પુત્રનું સુખ પ્રાપ્ત થયું છે. પતિ વ્યાસન કરતો હોય તેને કહેવા જતા સાસુ, સસરા, નણંદ અને નણંદોઇ હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી છૂટાછેડા આપવા દબાણ કરી પરણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પરણીતાએ સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

ત્રીજો બનાવ
ત્રીજા બનાવમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ-2019માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન દહેજ બાબતે પતિ અને સાસરીયા દ્વારા તેણીને હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી કાઢી મૂકી હતી આ અંગે પરણીતાએ સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...