તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભુલ્યા

જંબુસર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાજર સભાસદોએ જાણે કોરોનાની ગાઈડલાઈનના નિયમોને નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈનના નિયમો નેવે મુક્યા

જંબુસર ગામે નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જે કોઈ નગરપાલિકાના કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેઓના દિવંગત આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે તે માટે 2 મિનિટનું મૌન પાઠવાયુ હતું. ત્યાર બાદ સૌ સભાસદોની હાજરીમાં સામાન્ય સભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈનના નિયમોને જાણે નેવે મુક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સભામાં હાજર લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના છડેચોક ધજાગરા ઉડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...