તંત્રની ધક્કા ગાડી:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ્સ ખુદ વેન્ટિલેટર ઉપર, સ્ટાફને ધક્કા મારીને ચાલુ કરવાનો વારો આવ્યો

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કાર્યક્રમ અને વિવિઆઈપી માટે રિઝર્વ એમ્બ્યુલન્સને ધક્કા મારવાનો વારો
  • અતિઉપયોગી એમ્બ્યુલન્સ જ વેન્ટિલેટર ઉપર હોય તેવો નજારો, ઘટનાનો વીડિયો વાઇરલ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી આરોગ્ય તંત્રની ધક્કા ગાડીના દ્રશ્યો સામે આવ્યા હતા. આઇસીયું ઓન વ્હીલ્સ તરીકે મુકાયેલું રિઝર્વ વાહન જ ખોટકાતાં સ્ટાફને તેને ધક્કા મારવાની નોબત આવી હતી.

સરકારી કાર્યક્રમો અને વિવિઆઈપી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આઇસીયું ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવે છે. જો કે આ કટોકટીના સમયે અતિઉપયોગી એમ્બ્યુલન્સ જ વેન્ટિલેટર ઉપર હોય તેવો નજારો ગઇકાલે ગુરૂવારે રાતે જોવા મળ્યો હતો.

બંધ હાલતમાં રહેલી ખોટકાયેલી આ એમ્બ્યુલન્સને સ્ટાફે ધક્કા મારી ચાલુ કરવાનો વારો આવ્યો હતો. જેના વીડિયો વાયરલ થતાં ગુજરાતના ગતિશીલ વિકાસ અને આરોગ્યને શું ધક્કા મારી ચલાવવાનો વારો આવ્યો છે તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...