તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ ભાજપાના જી.પ્રમુખના જન્મદિવસની અનોખી ઉજવણી:પાંજરાપોળ ખાતે ગૌ પૂજન તો ઘરડા ઘર ખાતે વડીલોનું સન્માન કરાયું

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઉત્સાહી અને જોશીલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ના જન્મદિવસ ની ઉજવણી કંઈક અનોખી રીતે પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી.

મારુતિસિંહ દ્વારા ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મુંગા પશુઓને ઘાસ ચારો ખવડાવી ગૌ માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ભરૂચના કસક ખાતે આવેલ વડીલોના ઘર ખાતે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ ના જન્મદિન નિમિત્તે વડીલો સાથે કેક કાપી, વડીલોને સાલ ઓઢાડી તેમજ વડીલોની સાથે જ પ્રીતિ ભોજન લઈ ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસંગભાઈ ગોહિલ, દક્ષાબેન પટેલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, નિશાંતભાઈ મોદી, અમિતભાઈ ચાવડા, કૌશિકભાઈ પટેલ, રાજેશભાઇ ચૌહાણ, નરેશભાઈ વાઘબકરી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મારુતિસિંહ અટોદરિયાને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો