તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહારો:કોરોનામાં નિરાધાર બનેલા 19 બાળકોને સહાય

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર આવા નિરાધાર બાળકોને દર મહિને રૂપિયા 4 હજારની સહાય આપશે

કોરોનાની બીજી લહેરમાં કેટલાંક ઘરો ખંડિત થયાં છે. બાળકોએ પોતાના માતા પિતા પણ ગુમાવ્યા છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ દર મહિને આવા બાળકોને 4 હજારની સહાય કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં આવા 19 બાળકોને દર મહિને સહાય અપાશે.

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લામાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને રૂ.4 હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાંથી આવા 19 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી.આ યોજના હેઠળ પ્રત્યેક બાળકને માસિક રૂ.4000ની સહાય કરવામાં આવે છે. આ તમામ બાળકોના બેંક એકાઉન્ટમાં ડીસ્ટ્રીકટ બેનિફિટ ટ્રાન્સફરથી નાણાકીય સહાય જમા થનાર છે.

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ અને જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી. મોડિયાના હસ્તે પ્રતિકાત્મક રૂપે 02 અનાથ અને નિરાધાર બનેલાં બાળકોને સહાય હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કલેકટરે કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી અનાથ-નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ નાણાકીય સહાય ચૂકવી છે, જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે.આ વેળાએ વિવિધ વિભાગના અધિકારીગણ,લાભાર્થી વિદ્યાર્થીઓ,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...