ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં આરકેે કાસ્ટા ખાતે આવેલી હોસ્પિટલના દરવાજા પાસે પાર્ક કરેલી કાર હટાવવા કહેતાં શખ્સે સિક્યુરિટી ગાર્ડને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે હોસ્પિટલના સુપરાવાઇઝરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલાં આરકે કાસ્ટામાંની હિલીંગ ટચ હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં જયેન્દ્રસિંહ નટવરસિંહ પરમાર હોસ્પિટલમાં હતાં. તે વેળાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આરકે હોસ્પિટલના સુપરવાઇઝરે તેમને જણાવ્યું હતું કે, નીચે હિલીંગ ટચની લિફ્ટ પાસે ઝઘડો ચાલે છે. જેથી તેઓ તુરંત નીચે દોડી આવ્યાં હતાં.
જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યો કાર ચાલક હિંલીંગ ટચના સિક્યુરિટી ગાર્ડ રમેશ મેઘજી રાઠોડ સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી આરકે હોસ્પિટલના ચાઇલ્ડ કેર વિભાગમાં જતો રહ્યો હતો. જેથી તેઓ તેને શોધવા ચોથા માળ સુધી ગયાં હતાં. પણ નહીં મળતાં તે પાંચમા માળેથી તેનું શર્ટ બદલીને નીચે ઉતરી કાર લઇ જતો રહ્યો હતો. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.