તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:આસામમાં રાહુલ ગાંધીની ટિપ્પણીથી ભરૂચમાં હલ્લો, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ નોંધાવ્યો

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે વિરોધ નોંધાવ્યો હતો.
 • પોલીસ પહોંચી જતાં મામલો થાળે પડ્યો હતો

આસામમાં એક જાહેર સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ અંગે કરેલી ટિપ્પણી કરી હોવાના આક્ષેપો ભારતીય જનતા પાર્ટીએ કરીને રાજકીય મુદ્દો બનાવ્યો છે.જેની સામે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયાઓ આપી દેખાવો કર્યા છે. જેમાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું. ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, નગરપાલિકાના પુર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા,તથા શહેરના મહામંત્રી દિપક મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર જ દેખાવ કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભારત માતાકી જય અને ગુજરાતી કા અપમાન નહીં સહેંગેના નારા સાથે ભાજપના આગેવાનોએ રાહુલ ગાંધીના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ વીકી શોખી, નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર દોડી આવ્યા હતા.તેમણે પણ સામે નારાબાજી લગાવતાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સૂત્રોચ્ચારનો મારો થયો હતો. જયારે કોંગ્રેસે પણ પહેલી વખત ભારત માતાકી જય સામે કોંગ્રેસે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.જોકે સ્થળ ઉપર હાજર પોલીસે મધ્યથી કરીને બંનેય પાર્ટીના કાર્યકરોને અલગ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો