કલર ચોર ઝડપાયો:એશિયન પેઇન્ટ્સના 64 લાખના કલર ભરેલા ટ્રકને બારોબાર સગેવગે કર્યો; GIDC પોલીસે માસ્ટર માઈન્ડને પકડી પાડ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 64 લાખમાંથી 28 લાખનો માલ વેચી માર્યો

અંકલેશ્વરની એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રકો બરોબાર સગેવગે કરવાના મામલામાં વધુ એક આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે થાણે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

4 ડિસેમ્બર 2020ના રોજ અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી સિલિગુડી અને જલંધર 2 ટ્રકમાં 64.42 લાખનો કલરનો જથ્થો પહોંચાડવા માટે ઝીંકા લોજેસ્ટિક પાસેથી આરોપીએ લાખોના કલર ભરેલી 2 ટ્રકો ઓર્ડર સાથે એડવાન્સ ભાડું 1.75 લાખ લીધું હતું. આરોપી સંદીપગીરીએ અગાઉ પકડાયેલા નવનીત રામોલીયા સાથે મળી કોસાડમાં ગોડાઉન ભાડે રાખી બન્ને ટ્રક ત્યાં ખાલી કરાવી હતી.

28 લાખનો કલર તો વેચી માર્યો
ચોરે જે 64.42 લાખના માલસામાનના ટ્રકની ચોરી કરી તેમાંથી 28.10 લાખનો કલરનો જથ્થો વેચી માર્યો હતો. હજી આ ઉચાપત કેસમાં ઉત્તર પ્રદેશના બન્ને ટ્રક ડ્રાઇવર કુકરાન મોહંમદ ગુલફામ અને નવાબ ઈરફાન વોન્ટેડ છે. તો આ કેસમાં સંડોવાયેલ થાણેના ભાયંદર રોડ ઉપર આવેલ સ્વયમ હાઉસિંગ સોસાયટીમાં રહેતો નિર્ભય ઉર્ફે કાકુ મધુસુદન ઠક્કરની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જે આરોપીની છેતરપિંડીના કેસમાં મહારાષ્ટ્રના કશીમીરા પોલીસે અટકાયત કરી થાણે સબજેલમાં મોકલી આપ્યો હતો. જે આરોપીની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો હોય જી.આઈ.ડી.સી.પોલીસે તેની થાણે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...