ભરૂચ શહેરમાં તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. જાન્યુઆરી મહિનાથી શરૂઆતથી વાતાવરણમાં પલટો જોવા મળી રહયો છે. ભરૂચમાં 8 કિમિની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચી જતાં લોકો ઠંડીનો અનુભવ કરી રહયાં છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં મેદાની પ્રદેશો અને ગુજરાતમાં હવે ફૂલ ગુલાબી ઠંડી સાથે છેલ્લા એક સપ્તાહથી શિયાળો જમાવટ કરી રહ્યો છે. ઠંડી નીકળતા શિયાળુ પાક કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. પ્રારંભે ઠંડી નહિ પડતા ઘઉં સહિતના પાક ઉપર કંઠી નહિ બેસતા ઉત્પાદન ઓછું થવાની અસર વર્તાય રહી હતી. આગામી સપ્તાહમાં ઠંડીનું મોજુ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઠંડીથી બચવા માટે શું કરશો
ઠંડા વાતાવરણમાં પોતાના શરીરને રક્ષણ મળે એવું ઢાંકીને રાખવું. મુસાફરી ઓછી કરવી, ઘરની બહાર જતી વખતે માસ્ક પહેરવું, પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન-સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા જોઇએ, નિયમિતપણે ત્વચાને મોશ્ચુરાઇઝ કરવું, વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.