તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • As The Beds At Al Mahmoud Kovid Hospital In Jambusar Fill Up, Staff Are Forced To Treat Coro Patients On Benches, Stretchers And Wheelchairs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં વિકટ પરિસ્થિતિ:જંબુસરની અલ મહેમુદ કોવિડ હોસ્પિટલમાં બેડ ભરાઇ જતા, સ્ટાફ કોરોના દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર પર જ સારવાર આપવા મજબૂર

ભરૂચ9 દિવસ પહેલા
 • ટ્રસ્ટની આ હોસ્પિટલમાં ફ્રીમાં કોરોનાની સારવાર અપાતા દર્દીઓનો ધસારો
 • હોસ્પિટલના તમામ 90 બેડ ફુલ થઈ જતા આ પરિસ્થિતિમાં ઇમરજન્સી સારવાર શરૂ કરાઇ

કોરોનાના અજગરી ભરડાએ બીજી વખત ભરૂચને બાનમાં લેવાનું શરૂ કરતાં હવે સ્થિતિ ભયાવહ થઈ રહી છે. જિલ્લામાં ચાર હોસ્પિટલોને કોવિડ સ્પેશ્યલ જાહેર કરાઇ છે ત્યાં, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર અને ચાર ઇમરજન્સી બેડ પર સારવાર આપવાની સ્ટાફને ફરજ પડી હતી.

જિલ્લાની ખાનગી અને કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને વેન્ટિલેટર ઉપલબ્ધ થઈ રહ્યા નથી. ત્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિજીશિયનના અભાવે વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર જોવા મળ્યું હતું. જંબુસરની અલ મહેમુદ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની ફ્રીમાં સારવાર થતી હોય અહીં ભરૂચ જિલ્લા ઉપરાંત વડોદરા અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સંક્રમિત દર્દીઓ આવી રહ્યાં છે. મંગળવારે હોસ્પિટલમાં તમામ 90 બેડ ફૂલ હોવા વચ્ચે બીજા ઇમરજન્સીમાં 8 દર્દીઓ આવતા સ્થિતિ વણસી હતી.

હોસ્પિટલના સ્ટાફે બેડ ના અભાવે આ કોરોનાગ્રસ્ત દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર પર જ સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે ચાર દર્દીઓને ઇમરજન્સી બેડ પર સારવાર શરૂ કરવામાં આવી હતી. મંગળવારે જિલ્લામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે હાલ 296 દર્દીઓ કોવિડ સહિત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં તંત્રના અહેવાલ મુજબ સારવાર હેઠળ છે. હવે લોકડાઉનની અટકળો વચ્ચે લોકો વધુ રઘવાયા બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો