તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભરૂચમાં કોરોનાનો કહેર યથાવત , આજે જિલ્લામાં 29 નવા કેસ નોંધાયા

ભરૂચ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે સબજેલમાં કેદીઓનું રસીકરણ કરવામા આવ્યું

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. પુનઃ એક વાર કોરોનાએ માથું ઊંચક્યું છે અને સેકંડ ફેઝમાં કોરોના વધું આક્રમક બની ગયો છે. આજે ભરૂચ જિલ્લામાં કોરોનાના 29 કેસ નોંધાયા છે જે સેકન્ડ વેવમાં એક દિવસનો સૌથી વધુ આંકડો છે.

ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જિલ્લામાં વધતું કોરોનાનું સંક્રમાં ચિંતા ઉપજાવે તેમ છે. ત્યારે આજે ગુરુવારે ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા હતા.

આજે નવા 29 કેસ નોંધાતા કુલ આંકડો 4095 પર પહોચ્યો છે. ગઇકાલે જિલ્લામાં કોરોનાના કુલ 28 કેસ નોંધાયા હતા. તો આજરોજ 17 વ્યક્તિઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે કુલ એક્ટિવ કેસ 212 પર પહોચી ગયા છે. સરકારી ચોપડે મૃત્યુ આંક 33 છે.

તો બીજી તરફ આજરોજ પહેલી એપ્રિલથી 45 કે તેથી વધુ વયના લોકો માટે કોરોના વેકસીનેશનનો આરંભ થયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે ભરૂચ સબજેલના 50 કેદીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં રહેતા 45 થી વધુ વયના કેદીઓ માટે મફત કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ કાચા-પાકા કામના કેદીઓને રસી મૂકવામાં આવી હતી જેમાં જેલ સુપ્રિટેન્ડન્ટ આઈ.વી. ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો. જેલરે ઈચ્છા વ્યક્ત કરી હતી કે જે રીતે જિલ્લા આરોગ્ય ની ટીમ અને સંસ્થા દ્વારા 45 વર્ષથી વધુના કેદીઓને રસીકરણ કરાયું છે એવી જ રીતે વહેલી તકે 45 વર્ષ નીચેના અન્ય 300 કેદીઓને પણ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાઈ. જેથી કરી જેલમાં કોરોના સંક્રમણને રોકી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો